VIDEO: Ahmedabadમાં ધોળે દિવસે લૂંટ; યુવકના ગળામાંથી સોનાની ચેન અને હીરાનું પેન્ડલ ઝૂંટવી આરોપીઓ ફરાર
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે, જેમાં
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે, જેમાં બે અજાણ્યા બાઈક સવારોએ યુવકના ગળામાંથી સોનાની ચેન અને હીરાનું પેન્ડલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. રામનગર વિસ્તારમાં રહેતા મોક્ષાર્થ વોરા દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અચાનક બનેલી લૂંટથી તેઓ ગભરાઈ ગયા અને બૂમાબૂમ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જોકે આરોપીઓનો નંબર ટ્રેસ થઈ શક્યો નથી. પીડિતે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

