મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ ભયાનક ભૂસ્ખલનને કારણે ડોડા-કિશ્તવાર હાઈવે બંધ, સેંકડો વાહનો અટવાયા

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગતસૂ વિસ્તારમાં મોટા પાયે લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન) થતા ડોડા-કિશ્ત

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગતસૂ વિસ્તારમાં મોટા પાયે લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન) થતા ડોડા-કિશ્તવાર હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. પહાડ પરથી મોટી માત્રામાં માટી, પથ્થરો અને ઝાડો રસ્તા પર ધસી આવતા માર્ગ બંધ થયો છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને એન.એચ.આર.આર.ની ટીમો જેસીબી મશીનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદ અને અસ્થિર હવામાનને કારણે કાટમાળ હટાવવાની કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિકોને આ માર્ગ પર મુસાફરી ન કરવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા કડક સૂચના આપવામાં આવી છે. હાલમાં રસ્તો ઝડપથી ખુલ્લો કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે.

આ સમાચાર શેર કરો