VIDEO: કાશ્મીરમાં ભૂસ્ખલનથી વાહન વ્યવહારને અસર, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો, ચંદરકોટ અને કરોલ વચ્ચે ભીષણ ભ
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો, ચંદરકોટ અને કરોલ વચ્ચે ભીષણ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (NH-44) સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાલ વહીવટી તંત્ર દ્વારા રસ્તો સાફ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જોકે, સતત પડતા પથ્થરોને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. અધિકારીઓએ મુસાફરોને હાલ આ માર્ગ પર મુસાફરી ન કરવા અને ટ્રાફિક કંટ્રોલ યુનિટનો સંપર્ક કર્યા પછી જ આગળ વધવા અપીલ કરી છે.



