VIDEO : લખનૌમાં કુદરતી પ્રકોપથી ખેડૂતો પાયમાલ, ભારે વરસાદ અને કરાથી કેરીના પાકને વ્યાપક નુકસાન
ઉત્તર પ્રદેશના લખનૌમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ઉત્તર પ્રદેશના લખનૌમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ અને કરાને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ કુદરતી આફતને લીધે કેરીના બગીચાઓમાં તૈયાર થવા આવેલો પાક ખરી પડ્યો છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કરા પડવાને કારણે ફળો પર ડાઘ પડી ગયા છે અને ગુણવત્તા બગડી છે, જેની સીધી અસર બજાર ભાવ પર પડશે. ખેડૂતો હવે સરકાર પાસે આ નુકસાનના વળતર માટે આશાભરી નજરે જોઈ રહ્યા છે, કારણ કે આ વર્ષે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે.




