મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાદરામાં બે ડીજે સંચાલકો વચ્ચે થયો વિવાદ, કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી પોલીસ તંત્રને આપી ખુલ્લી ચેલેન્જ

વડોદર

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામે બે ડીજે સંચાલકો વચ્ચેના આંતરિક વિવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં બંને સંચાલકો પોતાની સાઉન્ડ સિસ્ટમ સાથે સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી કરી પબ્લિકને ઉશ્કેરતા નજરે પડ્યા હતા.

આ મામલે હદ તો ત્યારે થઈ જ્યારે એક સંચાલકે ખાખીનો જરા પણ ડર રાખ્યા વગર પોલીસ તંત્રને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, કલમ 302 લાગે તો પણ અમને કોઈ ફરક પડતો નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસના ડર વગર બેફામ બનેલા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો