VIDEO/ ધોરાજી સુપેડી મંદિરનો વિવાદ ગરમાયો, સાધુ સમાજે કર્યું મોટું શક્તિ પ્રદર્શન
રાજકોટના ધોરાજી સ્થિત સુપેડીના મુરલી મનોહર મંદિરના પૂજારીનો વિવાદ હવે વધુ વકર્યો છે. મહંત
રાજકોટના ધોરાજી સ્થિત સુપેડીના મુરલી મનોહર મંદિરના પૂજારીનો વિવાદ હવે વધુ વકર્યો છે. મહંત શ રવિદાસબાપુને તેમનો ન્યાયિક હક્ક અને ગાદી પુનઃ અપાવવા માટે સમસ્ત રામાનંદી સાધુ સમાજ અને રામાનંદી નવનિર્માણ સેના મેદાને ઉતરી છે. આ ઘટનાને સમાજની ગરિમા અને પરંપરા પરનો પ્રહાર ગણાવીને ગુજરાતભરના સંતો-મહંતો અને યુવાનોની વિશાળ જનમેદની ઉમટી પડી છે. અન્યાય સામે લડવા માટે સુપેડીમાં યોજાયેલા આ મહાસંમેલન અને શક્તિ પ્રદર્શનને પગલે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલા દ્વારા શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું..




