VIDEO/ દમણ પ્રશાસનની લાલબત્તી: દેવકા સી-ફેસ રોડ પર પેટ્રોલ-ડીઝલ વાહનો 'નો-એન્ટ્રી'
ઉનાળાના વેકેશનમાં દમણ ફરવા આવતા પ્રવાસીઓ માટે દમણ પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ જા
ઉનાળાના વેકેશનમાં દમણ ફરવા આવતા પ્રવાસીઓ માટે દમણ પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે પેટ્રોલ-ડીઝલના વાહનો લઈને આવતા લોકો માટે લાલબત્તી સમાન છે. નવા નિયમ અનુસાર, ૧૮ મેથી દમણના પ્રખ્યાત દેવકા સી-ફેસ રોડ અને જંપોરના રામસેતુ રોડ પર પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બંને રોડ પર હવે માત્ર ઇલેક્ટ્રિક કાર, સીએનજી ગાડીઓ, સાયકલ અથવા પગપાળા જતા સહેલાણીઓને જ મંજૂરી અપાશે. જો કોઈ વાહનચાલક આ પ્રતિબંધિત માર્ગો પર પેટ્રોલ કે ડીઝલ વાહન સાથે પકડાશે, તો પોલીસ દ્વારા તેની સામે કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.


