મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં વરસાદના વિરામ બાદ કપાસ, તલ સહિતના પાકોને નુકસાન, કૃષી વિભાગ કરશે સર્વે

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજા વરસાદના વિરામ પછી ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. સત

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજા વરસાદના વિરામ પછી ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. સતત વરસાદને કારણે કપાસ અને તલ સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે,  હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખાસ કરીને દસાડા પંથકમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું છે. 

કૃષિ વિભાગે નુકસાનીના અંદાજિત માપ માટે અલગ-અલગ ટીમોની રચના કરી છે. આ ટીમો જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને વિગતવાર સર્વે કરશે.  સર્વેના રિપોર્ટ કૃષિ વિભાગને સોંપાશે. ત્યારબાદ જ નુકસાનીનો તાગ આવશે . પાક નુકસાન વળતર મળે તેવી ખેડૂતોને માંગ છે. 

આ સમાચાર શેર કરો