VIDEO/ ચાલુ ફરજે કોન્સ્ટેબલ પર હુમલો કરી મોબાઈલ લૂંટી ગયા! રાજકોટમાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતી ઘટના
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ પોલીસની આબરૂના ધજાગરા કરતો કિસ્સો સામે આવ્યો
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ પોલીસની આબરૂના ધજાગરા કરતો કિસ્સો સામે આવ્યો છે. કુવાડવા પોલીસ મથકના કોન્સ્ટેબલ વિશાલ વઘાસિયા ગત રાત્રે નવાગામ આણંદપર ખાતે કંટ્રોલના કોલ પર પહોંચ્યા હતા, જ્યાં 'મોડા કેમ આવ્યા' તેમ કહી દીપક નામના શખ્સે વિવાદ કર્યો હતો. આ દરમિયાન નામચીન શખ્સ સંજય ઉર્ફે ટકો ત્યાં ધસી આવ્યો હતો અને સિંઘમ બનતી પોલીસ પર હુમલો કરી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, હુમલાખોરો કોન્સ્ટેબલનો મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. શહેરમાં જાહેરમાં ફાયરિંગ અને હવે ચાલુ ફરજે પોલીસ પર જ લૂંટની ઘટના બનતા ગંભીર સવાલો ઉભા થયા છે.




