VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરરીતિને લઈ કોંગ્રેસનું હલ્લાબોલ

VIDEO: ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ મુદ્દે ઉગ્

VIDEO: ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડકોર્ટ, રાઈફલ રેન્જ, ટેનિસ કોર્ટેના વિવાદને પગલે કોંગ્રેસ દ્વારા કુલપતિનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર મામલે કુલપતિ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસ અને NSUIના કાર્યકરો જોડાયા હતા. 

કોંગ્રેસના હલ્લાબોલને લઈ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં પ્રદર્શનમાં જોડાયા હતા. પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા દ્વારા લાંચ માંગણી, સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને રાઈફલ ટ્રેક ફાળવણી, ખાનગી કંપનીને યુનિવર્સિટી ગ્રાઉન્ડ ફાળવણી વગેરે વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત