VIDEO/ CM સુવેન્દુ અધિકારીની જનતા સાથે મુલાકાત: કાંથીમાં ઉમટી ભીડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રવિવારે કાંથી ખાતેથી કોલકાતા રવાન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રવિવારે કાંથી ખાતેથી કોલકાતા રવાના થતા પહેલા સ્થાનિક લોકો અને સમર્થકો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમનું તેમણે અભિવાદન ઝીલ્યું હતું.તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો. સુવેન્દુ અધિકારીએ આ દરમિયાન હસતા મુખે લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા. એક જાહેર પ્રતિનિધિ તરીકેની તેમની આ સરળતા જોઈને સ્થાનિકોએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો. આ બેઠક બાદ તેઓ પોતાના કાફલા સાથે કોલકાતા જવા રવાના થયા હતા. રાજ્યના વર્તમાન રાજકીય માહોલમાં આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી હતી .



