મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરના મોતીપુરા સર્કલ પર આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઝપાઝપી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ વિસ્તારમાં એક આર્મી જવાન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ વિસ્તારમાં એક આર્મી જવાન અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લઈને બની હતી. સાબરકાંઠા પોલીસે બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ સહિતની ડ્રાઇવ શરૂ કરી છે, દરમિયાન એક આર્મી જવાન પોતાની કાર લઈને ત્યાંથી પસાર થતા તેની કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનું જણાતાં પોલીસે તેને રોક્યો હતો.  આ બાબતે બંને પક્ષો વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થઈ, જે ટૂંક સમયમાં હાથાપાઈમાં ફેરવાઈ ગઈ.

આર્મી જવાન યશપાલસિંહ પોપટસિંહ ઝાલા, જે તલોદ તાલુકાના પોયડા ગામનો રહેવાસી હતો. આર્મી જવાનને ગાળ દીધા બાદ મારામારી થતા 6 થી 7 પોલીસ કર્મીઓ ત્યાં આવી ગયા હતા અને આર્મી જવાન ને ગાડીમાં બેસાડવા પ્રયત્નો કર્યા હતા. જો કે સાત સાત પોલીસ કર્મચારીઓ હોવા છતાં પણ તેઓને આર્મી જવાનને ગાડી બેસાડતા આંખે પાણી આવી ગયા હતા

આ મામલે સિટી ટ્રાફિક પોલીસે આર્મી જવાન વિરુદ્ધ સરકારી કામમાં અડચણ રૂપવા અને પોલીસ કર્મચારી પર હુમલાની ફરિયાદ નોંધી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જગાવી છે, અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો