મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાંથી ચાઈનીઝ દોરીનું કારખાનું ઝડપાયું, લાખોનો મુદ્દામાલ જપ્ત

ભારતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અવાર-નવાર ચાઇનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ થતું જોવા મળે છે. એવામાં ગુજરા

ભારતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અવાર-નવાર ચાઇનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ થતું જોવા મળે છે. એવામાં ગુજરાતના સુરતમાંથી ચાઇનીઝ દોરીનું આખેઆખું કારખાનું ઝડપાયું છે. LCB ની ટીમે કારખાનામાં દરોડા પાડી બે લોકોની અટકાયત કરી છે. દરોડા દરમિયાન 277  બોક્સ મળી આવ્યા હતા. 

સુરતમાંથી ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું

મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરાના મારૂતિનગર વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારખાનું ઝડપાયું છે. ઝોન-4ની LCB (Local Crime Branch) ની ટીમે બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન LCB ની ટીમે  બે લોકોની અટકાયત કરી છે અને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

 LCB દ્વારા કારખાનું સીઝ કરી દેવામાં આવ્યું

 LCB દ્વારા કારખાનું સીઝ કરી દેવામાં આવ્યું છે. આ સાથે આ ધંધામાં કેટલાં લોકો સંડોવાયેલા હતાં અને અન્ય કેટલી જગ્યાએ આ પ્રકારે ચાઈનીઝ દોરી બનાવવાનું કામકાજ થાય છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો