VIDEO: BSFએ જૈશના 7 આતંકીઓને ઠાર માર્યા, સાંબામાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ
પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ભારતે જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને અન્ય સ્થળોએ સૈન
પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ભારતે જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને અન્ય સ્થળોએ સૈન્ય સ્થાપનો પર હુમલો કરવાના પાકિસ્તાની સૈન્યના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
સાંબામાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ
ભારત સતત પાકિસ્તાનના બદઈરાદાઓને નષ્ટ કરી રહ્યું છે. ગઈકાલે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના હવાઈ હુમલાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા બાદ જૈશ-એ-મોહમ્મદના સાત આતંકવાદીઓ માર્યા ગયા.
BSFએ એટેકનો વિડિયો કર્યો જાહેર
ભારતીય સેનાએ કહ્યું કે 8 અને 9 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાએ પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલાઓનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારો દ્વારા ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.





