મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવભૂમિ દ્વારકાના પટેલકા ગામમાં દલિત સમાજનો બહિષ્કાર

VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આભડછેટની ઘટના સામે આવી છે. દ્વારકાના કલ

 VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આભડછેટની ઘટના સામે આવી છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના લોકો દ્વારા ગુપ્ત મિટિંગ કરી ગામમા રહેતા દલિત સમાજના લોકોનું બહિષ્કાર કરવામાં આવ્યાનું દલિત સમાજનો દાવ છે. દલિત સમાજના લોકોને દુકાનોમાં પ્રવેશ આપવો નહીં કોઈને પણ કામે રાખવા નહીં ખેતરમાં પ્રવેશ આપવો નહીં હોવાનું નક્કી કરાયું હતું. જો કોઈ જબરજસ્તી પ્રવેશ કરે તો રૂપિયા વીસ હજારનો દંડ કરવો અને દંડ ન ભરે તો માર મારવો આવું મિટિંગમાં નક્કી કરાયાનું દલિત સમાજનો આક્ષેપ છે. 

પટેલકા ગામે દલિત સમાજ આગેવાનો અને ભીમ આર્મીના  આગેવાનો જાહેર સભા ભરી આવા તુઘલકી ફરમાનનો વિરોધ કર્યો છે. સમગ્ર મામલે એક જાગૃત યુવાનને જાણ થતા ઓનલાઇન મામલતદારને ફરિયાદ આપી હતી. જામ કલ્યાણપુર મામલતદાર દ્વારા પટેલકા ગામે મુલાકાત લેવાતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. જે બાદ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે દલિત સમાજે 10 તારીખ સુધી ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. જો 10 તારીખ સુધી દલિત સમાજને ન્યાય નહીં મળે તો 11 મી તારીખના રાષ્ટ્રપતિ દ્વારકા આવે છે એમનું કાફલો રોકવી દલિત સમાજ ન્યાયની માંગ કરવાની ચીમકી સમાજે ઉતારી હતી. 

આ સમાચાર શેર કરો