VIDEO: તાપી જિલ્લાની 6 તાલુકા પંચાયત પર ભાજપનો કબજો, કોંગ્રેસે લગાવ્યો આરોપ
તાપી જિલ્લાની 8 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂરી થઈ છે
તાપી જિલ્લાની 8 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂરી થઈ છે, જેમાં ભાજપે 6 તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસે 2 પર જીત મેળવી છે. વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને સોનગઢમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા છે.
નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ-આપ ગઠબંધને સત્તા મેળવી છે. વ્યારા તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેના ત્રણ સભ્યોને પોલીસે અટકાવી હેરાન કર્યા હતા, જેમને તુષાર ચૌધરીએ વ્યારા પહોંચાડ્યા બાદ ચૂંટણી યોજાઈ હતી. ભાજપે આ આક્ષેપને કોંગ્રેસની જૂની રણનીતિ ગણાવી છે.


