video: પેટ્રોલ 82 રૂપિયે લીટર કરવા કેજરીવાલની સરકાર સમક્ષ મોટી માગ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હોવા છતાં દેશમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. કેજરીવાલે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 102 રૂપિયાથી ઘટાડીને 82 રૂપિયા કરવાની માંગ કરી છે. તેમનો આરોપ છે કે કેન્દ્ર સરકાર તેલ કંપનીઓને અયોગ્ય નફો કમાવવાની તક આપી રહી છે. તેમણે દાવો કર્યો કે ઇંધણના ભાવ ઘટશે તો મોંઘવારીમાં પણ રાહત મળશે અને E20 ઇંધણનો વ્યાપક ઉપયોગ શરૂ થાય તો તેની કિંમત આશરે 70 રૂપિયા પ્રતિ લિટર સુધી આવી શકે છે.




