મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાવળા પોલીસે ઊંડા પાણીમાં પડીને આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી લીધી

VIDEO: અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળા પોલીસ સ્ટેશન પાસે આવેલા રેલ

VIDEO: અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળા પોલીસ સ્ટેશન પાસે આવેલા રેલવેના અંડરપાસમાં હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે.  જેથી આ અંડરપાસમાં 15 ફૂટ પાણી ભરાઈ ગયું છે અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આની અંદર એક મહિલા કૂદીને આત્મહત્યા કરવા પડી હતી ત્યારે બાવળા પોલીસને જાણ થતા સ્થાનિક લોકોને સાથે રાખી બાવળા પોલીસે મહિલાને પાણીમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

ત્યારબાદ  મહિલા અભયમ્ ટીમને બોલાવી હતી.  આ મહિલા બાવળાની રહેવાસી છે અને તેના છૂટાછેડા થયેલા હતા ઘરે કોઈને કીધા વગર જ રેલવેના અંડરપાસમાં ભરાયેલા પાણીમાં આત્મહત્યા કરવા પહોંચી ત્યારે બાવળા પોલીસે બચાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ સમાચાર શેર કરો