Video: બનાસ ડેરી ચૂંટણીએ વધાર્યું રાજકીય તાપમાન, ભાજપના અગ્રણી અણદા પટેલે મેન્ડેટ પહેલા જ ઉમેદવારી નોંધાવી.
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીથી રાજકીય વાતાવરણ ગરમાયું છ
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. અત્યાર સુધીમાં કુલ 22 નોમિનેશન ફોર્મનું વિતરણ થયુ છે. જેમાં પાલનપુર બેઠક પર 4, વડગામ પર 6, ધાનેરામાં 2, ડીસામાં 1, અમીરગઢમાં 1, દાંતીવાડામાં 2, કાંકરેજ 1, દાતા 1, થરાદ 1, વાવમાં 2 અને દિયોદરમાં 1 ફોર્મનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં 16 મતદાન મંડળોમાંથી 1,294 મતદારો મતદાન કરશે, જે ડેરીના ભવિષ્યને આકાર આપશે.
ભાજપના અગ્રણી અણદા પટેલે મેન્ડેટ પહેલા જ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. તો પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી સહિતના કદાવર નેતાઓ પણ ચૂંટણીમાં ઝંપલાવવા તૈયાર છે. આજે હરીભાઈ પાલનપુર બેઠક પરથી નોમિનેશન ભરવા જઈ રહ્યા છે.
બનાસ ડેરી, જે ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા છે, તેની આ ચૂંટણી જિલ્લાના 1.5 લાખથી વધુ દુધ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ છે. વધુ ઉમેદવારોની નોમિનેશનથી ચૂંટણી વધુ રસપ્રદ બનશે.






