VIDEO: બાબરાના ધારાસભ્ય જનક તળાવીયાએ વિપક્ષના નેતાઓને 'ચોમાસાના દેડકા' સાથે સરખાવ્યા
અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારમાં નેતાઓના તેવર આકરા બન્
અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારમાં નેતાઓના તેવર આકરા બન્યા છે. ઊર્જા અને કાયદામંત્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવીયા ચૂંટણી સભામાં વિરોધ પક્ષો પર બરાબરના વરસ્યા હતા.જનક તળાવીયાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા તેમને ‘ચોમાસાના દેડકા’ સાથે સરખાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, "જેમ પહેલા વરસાદે દેડકા બહાર આવે, તેમ ચૂંટણી આવતા જ આ પાર્ટીના લોકો દેખાવા લાગ્યા છે."




