મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: આસામમાં નવી સરકારની શપથવિધિને લઈને ઉત્સાહનો માહોલ

૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવ્ય

૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યા બાદ, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા આજે રાજભવન પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મળીને પોતાના મુખ્યમંત્રી પદેથી સત્તાવાર રીતે રાજીનામું સુપરત કર્યું છે. ૨૦૨૬ની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં આસામમાં થયેલા વિકાસકાર્યો અને મજબૂત સંગઠનને કારણે જનતાએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ નો  કળશ ઢોળ્યો છે. આ રાજીનામું નવી સરકારની રચના માટેની એક બંધારણીય પ્રક્રિયાનો ભાગ છે. આસામમાં નવી સરકારની શપથવિધિને લઈને ઉત્સાહનો માહોલ છે. આગામી સમયમાં શાસક પક્ષના ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં ફરી એકવાર સત્તાવાર રીતે નેતાની પસંદગી કરવામાં આવશે. આ રાજકીય હિલચાલ બાદ આસામના વહીવટી તંત્રમાં પણ મોટા ફેરફારોની શક્યતાઓ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો