VIDEO/ નરોડામાં ANTFની લાલ આંખ: ગેરકાયદેસર કફ સીરપનો જથ્થો ઝડપાયો, બે શખ્સોની ધરપકડ
અમદાવાદના નરોડા વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે એ
અમદાવાદના નરોડા વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે એ લાલ આંખ કરી ગેરકાયદેસર કફ સીરપના વેચાણનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ટીમે નરોડાના શ્રીજી બંગ્લોઝ ચાર રસ્તા પાસે દરોડો પાડી નશાકારક 'કોડીન ફોસ્ફેટ' યુક્ત CADIFOS-T કફ સીરપની ૪૧૦ બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે શેખ યાસીન અનવર હુસેન અને મઝહરખાન પઠાણની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપી યોગેશ ઠક્કર અને વિષ્ણુને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કફ સીરપ ઉપરાંત ઓટોરિક્ષા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



