મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDARNI VAAT / રાજૌરીને મળી મોટી ભેટ, કિલ્લા દરહાલમાં જાંભીર બ્રિજ શરૂ, હવે ચોમાસામાં પણ નહીં અટકે રફતાર!

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી

તસવીર: GSTV

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી સ્થાનિક લોકો માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. સરહદી વિસ્તાર ગણાતા કિલ્લા દરહાલમાં નવનિર્મિત જાંભીર બ્રિજને સત્તાવાર રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ પુલ શરૂ થવાના કારણે કિલ્લા દરહાલ અને તેની આસપાસના ડઝનબંધ ગામોના હજારો લોકોને હવે બારેમાસ કનેક્ટિવિટી મળશે. અગાઉ ચોમાસા દરમિયાન કે ભારે વરસાદમાં નદી-નાળા ઉભરાવાને કારણે આ આખો વિસ્તાર મુખ્ય મથકોથી સંપર્કવિહોણો થઈ જતો હતો, પરંતુ આ આધુનિક બ્રિજ બનવાથી હવે સરહદી ગ્રામીણ વિસ્તારોનો વિકાસ વેગીલો બનશે..

આ પુલ ખુલ્લો મુકાતા જ વર્ષોથી મુશ્કેલી વેઠતા સ્થાનિક રહીશોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિક નાગરિકો રતન સિંહ અને અજિત સિંહે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પુલ અમારા માટે કોઈ વરદાનથી કમ નથી. અગાઉ ચોમાસામાં કટોકટી કે મેડિકલ ઇમરજન્સીના સમયે હોસ્પિટલ પહોંચવું પણ અશક્ય બની જતું હતું, અને બાળકો પણ શાળાએ જઈ શકતા નહોતા. સ્થાનિકોએ વહીવટી તંત્ર અને સરકારનો આભાર માનતા ઉમેર્યું કે, આ પુલના નિર્માણથી માત્ર પરિવહન જ સરળ નથી થયું, પરંતુ અમારા વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના નવા દ્વાર પણ ખુલ્યા છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો