VIDEO: સેટેલાઈટ પાસે RCC નો રસ્તો બેસી જતા ગાડી ખાડામાં ખાબકી
સોર્સ : GSTV
અમદવાદમાં વરસાદ બાદ રોડ બેસી જવાની ઘટનાઓ વધી છે..સેટેલાઈટ વિસ્તારમાં RCC રોડ બેસી જતા હાલાકી વધી છે...સેટેલાઈટ પાસે RCC નો રસ્તો બેસી જતા ગાડી ખાડામાં ખાબકી હતી..અંડર કન્સ્ટ્રક્શન સાઇટના પતરા પણ ખાડામાં ખાબક્યા હતા..બિલ્ડર દ્વારા કરવામાં આવેલ પ્રોટેક્શન વોલ પણ ખાડામાં ખાબકી હતી..બેરીકેટ કરેલ પતરા પડે પાર્ક કરેલ ગાડી 20 ફૂટ ના ખાડામાં ખાબકી હતી..અમદાવાદમાં અત્યારે અનેક સ્થળે ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે..જેમાં અનેક સ્થળે કોર્પોરેશનની બેદરકારીનો મુદ્દો પણ ઉઠ્યો છે..અગાઉથી જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી શંકાના ઘેરામાં છે ત્યારે શહેરના પોશ વિસ્તારમાં બનેલી આવી ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

