VIDEO: અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના રહિશોને ડિમોલીશનની તંત્રની નોટીસ, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

અમદાવાદની ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદની ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપતા વિવાદ વધુ વકર્યો છે.  કોર્પોરેશન તરફથી સોસાયટીના તમામ રહીશોને ૧૬ ડિસેમ્બર સુધીમાં ડિમોલીશન કાર્યવાહી કરવાની હોવાથી નોટિસ આપી છે.

25થી વધુ મકાન ધારકોને મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી

25થી વધુ મકાન ધારકોને મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે વર્ષ 1985માં બિલ્ડર દ્વારા અન્ય માલિકના પ્લોટમાં જ  સોસાયટી  દીધી હતી.સોસાયટી માં નિકળતા પૈસા બિલ્ડરેના ચૂકવતા 35 વર્ષ બાદ નોટિસ મળી હતી.

જાહેરાત

 AMCની ટીમ પાણી અને ગટર કનેક્શન કાપવા પહોંચી હતી

3 નોટિસ બાદ પણ મકાન ખાલી ના કરતા આજે AMCની ટીમ પાણી અને ગટર કનેક્શન કાપવા પહોંચી હતી, જો કે રહિશોએ હલ્લાબોલ કરતા ટીમે પરત ફરવું પડ્યું હતું. સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે તંત્ર  જૂની જંત્રી પ્રમાણે રૂપિયા લે તો વાંધો નથી , નવી જંત્રી પ્રમાણે 41 કરોડ સોસાયટી કેવી રીતે ચૂકવે.

થલતેજ વોર્ડમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો

સોસાયટીમાં 23 જેટલા વૃદ્ધ પરિવારો રહે છે. સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો કે જો કોર્પોરેશને બુલડોઝર ફેરવવું જ હોય, તો તે તેમના ઉપરથી ફેરવે. સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે કોર્પોરેશન બિલ્ડર સામે કાર્યવાહી કરવાને બદલે નિર્દોષ રહીશોને ઘરવિહોણા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્થાનિકોના ઉગ્ર વિરોધને કારણે થલતેજ વોર્ડમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા હવે આગળની શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત