VIDEO: કડાણા ડેમ સોળે કળાએ ખીલી ઊઠ્યો, નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ ડેમમાં 70,000
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ ડેમમાં 70,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમની જળસપાટી 416.1 ફૂટે પહોંચી છે, જે ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 6 ફૂટ ખોલીને 69,598 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે.
20,400 ક્યુસેક પાણી છોડી 4 યુનિટ કાર્યરત કરવામાં આવ્યા
આ ઉપરાંત, કડાણા હાઇડ્રો પાવર દ્વારા 20,400 ક્યુસેક પાણી છોડી 4 યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેનાથી 240 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.આ પાણીની આવકથી મહી નદી બે કાંઠે વહેવા લાગી છે, જેના કારણે નીચાણવાળા 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતીની સૂચના જારી કરવામાં આવી છે, અને લોકોને નદીના પટમાં જવાનું ટાળવા અપીલ કરાઈ છે.
મહિસાગરના કડાણા ડેમના આલ્હાદક દ્રશ્યો સામે આવ્યા
મહિસાગરના કડાણા ડેમના આલ્હાદક દ્રશ્યો સામે આવ્યા છે.ઉપરવાસમાં વરસાદના કારણે કડાણા ડેમ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે.કડાણા ડેમ ના ડ્રોન વીડિયોમાં વનની વનરાઈ વચ્ચે નયન રમ્યા દ્રશ્યો સામે આવ્યા. ડેમના ગેટમાંથી જાણે દૂધની ધારા વહેતી હોય તેમ પાણી ખળ ખળ વહી રહ્યું છે.





