VIDEO: અમદાવાદની સાબરમતીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, રિવરફ્રન્ટ પરનું લોઅર પ્રોમેનેડ કરાયું બંધ

શનિવારે સાંજ (6 સપ્ટેમ્બર)થી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો

શનિવારે સાંજ (6 સપ્ટેમ્બર)થી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાનું જણાવ્યું છે. આ સિવાય નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. 

બોપલમાં દિવાલ ધરાશાયી, ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાબકી 

અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સરસ્વતી હોસ્પિટલની નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટને અડીને બનેલી દિવાલ ધરાશાયી થઇ જતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નજીકમાં ઊભેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટના ખાડામાં ખાબકી ગઇ હતી.  જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે આવ્યા નથી. 

જાહેરાત

મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, તેમજ લાકરોડા વિયરમાંથી 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરનું લોઅર પ્રોમેનેડ બંધ કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી આવવાની સંભાવના છે, જેના કારણે રિવરફ્રન્ટની બંને બાજુએ સુરક્ષા માટે સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવી છે. પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત