મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ એર ઈન્ડિયાએ વિદેશી રૂટ્સ પર ફ્લાઈટની સંખ્યા ઘટાડી

એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઈને મોટો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ શિકાગો, શાંઘાઈ, સિંગાપુ

એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઈને મોટો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ શિકાગો, શાંઘાઈ, સિંગાપુર, ઢાકા અને માલે જતી કેટલીક ઉડાનો રદ્દ કરી છે. તેમજ અનેક આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે જેટ ઈંધણની રેકોર્ડ સ્તરની ઊંચી કિંમતો અને કેટલાક વિસ્તારોમાં હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધોને કારણે લાંબા અંતરની ઉડાનો સંચાલિત કરવી વધુ ખર્ચાળ અને પડકારજનક બની ગઈ છે.

એરલાઇન્સના જણાવ્યા મુજબ, અંતિમ ક્ષણે ફ્લાઇટ રદ્દ કરવાની પરિસ્થિતિ ટાળવા માટે અગાઉથી જ ફ્લાઇટોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે આ પગલાથી નેટવર્ક વધુ સ્થિર બનશે અને મુસાફરોમાં ગૂંચવણ પણ ઓછી થશે. જોકે, આ ફેરફારો છતાં એર ઈન્ડિયા દર મહિને પાંચ ખંડોમાં બારસોથી વધુ આંતરરાષ્ટ્રીય ઉડાનો ચાલુ રાખશે. મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ અગાઉથી ચકાસવા પણ સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો