VIDEO/ એર ઈન્ડિયા દુર્ઘટનામાં પત્ની-દીકરીને ગુમાવનાર ભારતીયને બ્રિટન છોડવા આદેશ, આજે ૨૨ એપ્રિલની ડેડલાઈન
2025માં થયેલા અમદાવાદના એર ઈન્ડિયા ફ્લાઈટ 171 દુર્ઘટનામાં પરિવ
2025માં થયેલા અમદાવાદના એર ઈન્ડિયા ફ્લાઈટ 171 દુર્ઘટનામાં પરિવાર ગુમાવનાર એક ભારતીય પર હવે નવી મુશ્કેલી આવી છે. પીડિત મોહમ્મદ સેઠવાલાને યુનાઇટેડ કિંગડમ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. બ્રિટનના હોમ મિનિસ્ટ્રીએ તેમને 22 એપ્રિલ સુધી દેશ છોડવા કહ્યું છે, નહીં તો ધરપકડની ચેતવણી આપી છે. તેઓ પત્નીના સ્ટુડન્ટ વિઝા પર ડિપેન્ડન્ટ તરીકે રહેતા હતા. આ ભયાનક દુર્ઘટનામાં તેમની પત્ની અને બે વર્ષની દીકરીનું મોત થયું હતું. હવે આ ઘટનાથી પહેલાથી જ તૂટી ગયેલા પરિવારે ફરી એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.




