VIDEO: વડોદરામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ અકસ્માત સર્જ્યો, સ્થાનિકોએ કારને ઘેરતા વિવાદ વકર્યો
ગુજરાતના વડોદરામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ અકસ્માત સર્જ્યો હતો.

ગુજરાતના વડોદરામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ અકસ્માત સર્જ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જ્યો છે.લૂંટના આરોપીને વડોદરાથી પકડી લઈને જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
પોલીસ જવાનોએ બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા
મળતા અહેવાલ પ્રમાણે પોલીસ જવાનોએ બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. સ્થાનિકોએ કારને ઘેરીને પોલીસ જવાનોને ઉધડો લીધો હતો. બાબત વધુ વણસતા ફતેગંજ પોલીસ કાફલો ઘટનાસ્થછળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.








