VIDEO: ભાવનગરના સંસ્કાર મંડળ રોડ પર આવેલા 'ફૂડીઝ પાર્ક' રૅસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી
VIDEO: ભાવનગર શહેરના સંસ્કાર મંડળ રોડ પર આવેલા 'ફૂડીઝ પા
VIDEO: ભાવનગર શહેરના સંસ્કાર મંડળ રોડ પર આવેલા 'ફૂડીઝ પાર્ક' રૅસ્ટોરન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. રૅસ્ટોરન્ટના માલિકના જણાવ્યા મુજબ સેન્ડવીચના એક સ્ટોલમાં ધૂમાડો અને આગ દેખાઈ હતી અને ત્યારબાદ વધુ લાગી હતી જેને લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગને લઈ આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી.
જો કે, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં, ઉપલબ્ધ ફાયર એક્સ્ટિંગ્વિશર્સનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનામાં જો કે, સદભાગ્યે, કોઈ જાનહાનિ થઈ નથી.




