મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં થયો જોરદાર વિસ્ફોટ

મહારાષ્ટ્રના જલગાંવમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતી એમ્બ

મહારાષ્ટ્રના જલગાંવમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આટલું જ નહીં આગના કારણે એમ્બ્યુલન્સમાં રાખેલા સિલિન્ડરમાં એટલો જોરદાર વિસ્ફોટ થયો કે એમ્બ્યુલન્સના ફુરચા ઊડી ગયા હતા. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાને કારણે વિસ્તારના કેટલાક ઘરોની બારીઓ પણ તૂટી ગઈ હતી. આ દુર્ઘટના ત્યારે જોવા મળી હતી જ્યારે એક ગર્ભવતી મહિલા દર્દીને એરંડોલ સરકારી હોસ્પિટલથી જલગાંવ જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી રહી હતી.

એમ્બ્યુલન્સમાં આગ લાગી, પછી જોરદાર વિસ્ફોટ થયો

મળતી માહિતી મુજબ એમ્બ્યુલન્સના એન્જિનમાંથી શરૂઆતથી જ ધુમાડો નીકળી રહ્યો હતો. એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને એમ્બ્યુલન્સ ડ્રાઈવર સતર્ક થઈ ગયો અને બધાને બહાર કાઢ્યા. . તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એમ્બ્યુલન્સમાં આગ લાગી છે અને ત્યાં હાજર ઘણા લોકો છે જે વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે. બીજી તરફ એક જોરદાર વિસ્ફોટ જોવા મળે છે, જેના પછી ચારે તરફ ભયંકર પ્રકાશ ફેલાઈ જાય છે.

ડ્રાઈવરે વિલંબ કર્યા વિના એમ્બ્યુલન્સને રસ્તાની બાજુમાં ઉભી રાખી

જરા પણ વિલંબ કર્યા વિના, ડ્રાઇવરે એમ્બ્યુલન્સને રસ્તાની બાજુમાં ઉભી રાખી અને નીચે ઉતરીને વાહનથી દૂર ખસી ગયો. તેણે એમ્બ્યુલન્સમાં રહેલી સગર્ભા મહિલા અને તેના પરિવારને પણ નીચે ઉતરવાનું કહ્યું, ત્યારબાદ ગર્ભવતી મહિલા અને તેના પરિવારજનો પણ એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતરીને તેનાથી દૂર ઉભા રહી ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધી આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી

આ પણ વાંચો : હૃદય કંપી ઉઠે એવો અકસ્માત, રસ્તા પર લોહીની નદી જેવું દ્રશ્ય; છ યુવક-યુવતીના મોત

સલામત સ્થળે પહોંચ્યા કે તરત જ જોરદાર વિસ્ફોટ થયો

જેમ જ બધા એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતરીને સલામત સ્થળે પહોંચ્યા, થોડીવારમાં એમ્બ્યુલન્સમાં આગ લાગી ગઈ. થોડી જ વારમાં એમ્બ્યુલન્સમાં રાખેલા ઓક્સિજન સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે વાહનના ટુકડા થઈ ગયા.

આ સમાચાર શેર કરો