મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ, જોરદાર રીતે વીજ પોલ સાથે અથડાયો ટેમ્પો

વલસાડના ભાગડાવાડા ગામમાં એક ટેમ્પો ચાલકની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના ઘટતા

વલસાડના ભાગડાવાડા ગામમાં એક ટેમ્પો ચાલકની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ. નવી નગરી વિસ્તારમાં એક ટેમ્પો ચાલક પોતાનું વાહન રિવર્સ લઈ રહ્યો હતો, તે દરમિયાન ટેમ્પો જોરદાર રીતે વીજ પોલ સાથે અથડાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયો હતો, જોકે સદનસીબે નજીકમાં ઉભેલી એક મહિલાનો આબાદ બચાવ થયો છે. વીજ પોલ સાથે ટેમ્પો અથડાતા જ આખા વિસ્તારનો વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  

આ સમાચાર શેર કરો