VIDEO: સુરતના પાંડેસરામાં સિટી બસનું ટાયર અચાનક નીકળી જતા મોટી દુર્ઘટના ટળી
સુરતના પાંડેસરામાં એક સિટી બસનું ટાયર અચાનક નીકળી ગયું. ચાલુ બસ
સુરતના પાંડેસરામાં એક સિટી બસનું ટાયર અચાનક નીકળી ગયું. ચાલુ બસે ટાયર નીકળી જતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની બસોના મેન્ટેનન્સ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. બનાવ બાદ આ બસના મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી અન્ય બસમાં શિફ્ટ કરાયા હતા. ઘટનાને પગલે સંબંધિત અધિકારીઓ પણ તપાસ માટે પહોંચ્યા હતા.




