VIDEO: શાસક પક્ષના નેતા અને દંડક પદ માટે પણ સિનિયર કોર્પોરેટરો વચ્ચે જોરદાર રેસ
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે 192માંથી 160 બેઠકો જીતી ફરી સત્
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે 192માંથી 160 બેઠકો જીતી ફરી સત્તા પર કબજો મેળવ્યો છે. ત્યારે હવે મેયર સહિત મુખ્ય પાંચ પદાધિકારીઓ માટે દોડ શરૂ થઈ ગઈ છે. મેયર પદ OBC પુરુષ માટે અનામત છે. ત્યારે હિતેશ બારોટ, ધરમશી દેસાઈ, દીપક પંચાલ અને રાજુ ઠાકોર મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
શાસક પક્ષના નેતા અને દંડક પદ માટે પણ સિનિયર કોર્પોરેટરો વચ્ચે જોરદાર રેસ
જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મહિલા ચહેરા તરીકેચાંદની પટેલ, અંજુ શાહ, અનસુયા પટેલના નામની ચર્ચા છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે જૈનિક વકીલ, દેવાંગ દાણી, પરેશ લાખાણી સહિતના નામ આગળ છે. જ્યારે શાસક પક્ષના નેતા અને દંડક પદ માટે પણ સિનિયર કોર્પોરેટરો વચ્ચે જોરદાર રેસ છે. શહેર ભાજપ દ્વારા ત્રણ નામ મોકલાશે. જે અંગે પ્રદેશ નેતૃત્વ અંતિમ નિર્ણય કરશે. એક અઠવાડિયામાં સામાન્ય સભામાં મુખ્ય પાંચ પદાધિકારીઓની જાહેરાત થાય તેવી સંભાવના છે.






