VIDEO: અમદાવાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈનો કિસ્સો આવ્યો સામે, મહિલા પાસેથી ઠગબાજે 40 લાખ રૂપિયા પડાવ્યા
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ગઠિયાએ મહિલાના ભાઈ સાથે લંડનમાં અભ્યાસ કરતો હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસ જીત્યો હતો.મળતા અહેવાલ પ્રમાણે મકાન ખરીદવા અને ડોલર એક્સચેન્જ કરવાના બહાને આ ઠગે મહિલા પાસેથી 40 લાખ 48 હજાર રૂપિયા પડાવી લીધા હતા.
ઇન્કમટેક્સ અને કરન્સી એક્સચેન્જના બોગસ લેટર્સ પણ મોકલ્યા
વિશ્વાસ જીતવા માટે ઠગે ઇન્કમટેક્સ અને કરન્સી એક્સચેન્જના બોગસ લેટર્સ પણ મોકલ્યા હતા. તો બીજી તરફ છેતરાયાનો અહેસાસ થતાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.




