VIDEO: લખતરમાં 8 વર્ષના બાળકને રખડતા ઢોરે ખૂંદી નાખ્યો, સ્થાનિકોએ માસૂમનો બચાવ્યો જીવ
રાજ્યના લખતરમાંથી રખડતા ઢોરના ત્રાસનો મામલે સામે આવ્યો છે. મળતા અહેવાલ
રાજ્યના લખતરમાંથી રખડતા ઢોરના ત્રાસનો મામલે સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે લખતરમાં રખડતા ઢોરે બાળકને ખૂંદી નાખ્યો હતો. લખતરના કેટિંગપરા વિસ્તારની શેરીમાંથી 8 વર્ષનો માસૂમ પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક બાળક ઢોરે હુમલો કર્યો હતો. બાળક ચીસો પાડતો હતો ત્યારે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. બાળકને પશુના ચંગુલ માંથી બહાર કઢાવ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
પશુના હુમલામાં બાળકને શરીરના ભાગે ઈજાઓ પહોચી
પશુના હુમલામાં બાળકને શરીરના ભાગે ઈજાઓ પહોચી હતી. તાત્કાલિક બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે.
જાહેરાત








