VIDEO: સુરેન્દ્રનગરમાં ઘરમાં ઘૂસીને રસોડામાંથી યુવતીને 8 લોકો ઉઠાવી ગયા, અપહ્યત યુવતીને પોલીસે બચાવી
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખન
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિલાની સુરક્ષા સામે સુરેન્દ્રનગરમાંથી સવાલ ઉઠ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના રતનપરમાં યુવતીનું ઘરમાંથી જ અપહરણ કરવામાં આવ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે કાર લઈને આવેલા 8થી વધુ શખ્સો ઘરમાં ઘુસ્યા અને રસોડ઼માં રસોઈ કરતી યુવતીને ઘરમાંથી જ ઉઠાવી ગયા હતા. 4 શખ્સોએ શખ્સોએ યુવતીની બહેન અને તેમની સાસુને ધોકા અને મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઘરમાં ઘૂસીને 8 શખ્સોએ યુવતીનું કર્યું અપહરણ
કાયદાના જાણકાર મહિલા વકીલ અને તેની સાથે રહેલા 7 ઈસમોએ યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર પોલીસે નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. તે દરમિયાન અપહરણકર્તાઓને દબોચી લીધા હતા.
અપહ્યત યુવતીને મુક્ત કરાવી હતી
અપહ્યત યુવતીને મુક્ત કરાવી હતી. તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ અપહરણમાં વપરાશ થયેલી કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ અંગત અદાવતમાં આ કાંડ સર્જાયો હોવાનું સામે આવ્યું છે.








