મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાનમ ડેમના 8 દરવાજા 12 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, 1 લાખ 33 હજાર 156 ક્યુસેક પાણી  છોડાયું

ગુજરાતના પંચમહાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પંચમહાલના શહેરાના પાનમ ડેમમાં ઉપર

ગુજરાતના પંચમહાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  પંચમહાલના શહેરાના પાનમ ડેમમાં ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ ડેમમાં 1 લાખ 36 હજાર 825 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

ડેમના 8 દરવાજા 12 ફૂટ સુધી ખોલી 1 લાખ 33 હજાર 156 ક્યુસેક પાણી  છોડાયું

રુલ લેવલ 127.36 મીટર જાળવવા માટે ડેમના 8 દરવાજા 12 ફૂટ સુધી ખોલી 1 લાખ 33 હજાર 156 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આગલા દિવસે 8 દરવાજા 10 ફૂટ ખોલી 1 લાખ 13 હજાર 364 ક્યુસેક પાણી છોડાયું હતું, પરંતુ આવકમાં વધારો થતાં દરવાજા વધુ ખોલવામાં આવ્યા.પાનમ ડેમની જળસપાટી હાલ 127.20 મીટરે છે, અને ડેમ 97.51 ટકા ભરાયો છે. એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતાં નદીકાંઠાના ગામોને વહીવટી તંત્ર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો