મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોમનાથ મંદિર નજીક 70 મકાનો તોડી પડાયા

સોમનાથ મંદિર નજીક રામ મંદિરની સામેના ભાગે ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે, જેના

સોમનાથ મંદિર નજીક રામ મંદિરની સામેના ભાગે ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે, જેના બીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામા આવી. આ કામગીરીમાં અંદાજે 70 જેટલાં કાચાં અને પાકાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. આ દબાણો સોમનાથ ટ્રસ્ટની માલિકીની જમીન પર હતાં, અને કોર્ટના આદેશ બાદ આ જગ્યાને ખાલી કરીને ટ્રસ્ટને સોંપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ કાર્યવાહીને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે, જેથી સોમનાથ મંદિરની આસપાસનો વિસ્તાર નિયમોનુસાર ખુલ્લો અને વ્યવસ્થિત રહે.

આ સમાચાર શેર કરો