VIDEO: સુરેન્દ્રનગરના ધોળિયા ગામે કાર્બોસેલનું ખનન કરતી ગેરકાયદેસર 7 ખાણ ઝડપાઈ

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત દરોડા પાડવાની કાર્યવાહી છતાં ખનીજ

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત દરોડા પાડવાની કાર્યવાહી છતાં ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી.જો કે, આ દરમ્યાન સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીએ ધોળિયા ગામે દરોડા પાડયા હતા. ગેરકાયદે ખનન કરતા કાર્બોસેલ પર કાર્યવાહી કરી 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીવના જોખમે કામ કરતા 38 મજૂરોને ખાણમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ અમકુ થરેસા સુનિલ કૂચડિયા અને ભરત સરલા નામના ખનિજ માફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ખનિજ માફિયાઓએ ખોદકામ કરી જમીનોમાં જ સુરંગો બનાવી નાખી હોવાનું પણ સામે આવ્યું હતુ. જેથી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો

જાહેરાત