મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ખાડી પૂરની સમસ્યાના નિકાલ માટે 500 કરોડનું પેકેજ

બે દિવસ અગાઉ સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિત

તસવીર: gstv

 બે દિવસ અગાઉ સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિને લઈને આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લીધી..તેમજ ખાડી પુર શહેરમાં પ્રવેશતા અટકાવવા 500 કરોડના  પેકેજની જાહેરાત કરી છે... બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદથી લગભગ ૮ જેટલા વિસ્તારોમાં જળબંબાકારની સમસ્યા જોવા મળી હતી. . NDRF અને SDRF સહિતની ટીમોએ સતત કામગીરી કરીને લોકોના સ્થળાંતર અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે મુખ્યમંત્રીએ સુરતની મુલાકાત લીધી હતી અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ભવિષ્યમાં આવી સ્થિતિ નિવારવા માટે ખાડીના પાણીને શહેરમાં પ્રવેશતા અટકાવવા માટે મુખ્યમંત્રીએ ખાસ ૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જેથી સુરતને કાયમી રાહત મળી શકે.

આ સમાચાર શેર કરો