Video: 5 વર્ષના બાળક પર શ્વાનનાં ટોળાએ કર્યો હુમલો, કાનના ભાગે બચકા ભર્યા
રાજ્યમાં શ્વાન કરડવાના કિસ્સા સતત વધી રહ્યા છે. સુતરના માંગરોળ તાલુકાના જુના કોસંબામાં 5 વર્
રાજ્યમાં શ્વાન કરડવાના કિસ્સા સતત વધી રહ્યા છે. સુતરના માંગરોળ તાલુકાના જુના કોસંબામાં 5 વર્ષના બાળક પર શ્વાનનાં ટોળાએ હુમલો કર્યો. ટ્યુશનથી ઘરે આવતા બાળકને શ્વાનોએ કાનના ભાગે બચકા ભર્યા. સ્થાનિકો દોડી આવીને શ્વાનને ભગાડી બાળકનો જીવ બચાવ્યો. તુરંત સારવાર મળી, પરંતુ બાળકને ગંભીર ઇજા થઈ છે.
થોડા સમય પહેલા માંગરોળ તાલુકામાં શ્વાનના હુમલામાં બે અલગ અલગ ઘટનામાં એક બાળક અને એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. રાજ્યભરમાં રખડતા ઢોરા અને શ્વાન આફત બની રહ્યા છે.




