Video: Ahmedabad રિવરફ્રન્ટ પર એક સાથે 5 ગાડીઓ ટકરાઈ, ટ્રાફિક જામ
અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત રિવરફ્રન્ટ વિસ્તારમાં આજે બુધવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો,
અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત રિવરફ્રન્ટ વિસ્તારમાં આજે બુધવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં એકસાથે પાંચ જેટલી ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ હતી. કાર ચાલકની બેદરકારી અને હાઇ સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે.
સદભાગ્યે, આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટક્કરના કારણે તમામ પાંચેય ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું છે.
ઘટના બાદ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ અકસ્માતને પગલે રિવરફ્રન્ટ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી.






