VIDEO: રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડ માટે ૨૩૬ ઉમેદવારો મેદાનમાં
આજે લોકશાહીનું પર્વ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છ
આજે લોકશાહીનું પર્વ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જિલ્લાભરમાં કુલ ૧૦૧૪ મતદાન મથકો પર ૮૯૪૮ પોલિંગ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે પાણી અને મંડપ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે તમામ મતદાન મથકો પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડ માટે ૨૩૬ ઉમેદવારો મેદાનમાં છે. શહેરમાં કુલ ૯,૮૫,૯૫૨ મતદારો નોંધાયા છે, જેમાં ૫,૧૦,૦૮૬ પુરુષ, ૪,૭૫,૮૪૮ મહિલા અને ૧૮ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.







