VIDEO: અમદાવાદમાં સગીરે એક્ટિવા ચાલકને મારી ટક્કર, આધેડનું ઘટનાસ્થળ પર જ મોત

અમદાવાદમાં બેફામ કાર ચાલકે ટુ વ્હિલર ચાલકને ટક્કર મારી હતી, આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત નિપજ્

અમદાવાદમાં બેફામ કાર ચાલકે ટુ વ્હિલર ચાલકને ટક્કર મારી હતી, આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ફોર્ચ્યુનર કારે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. એક્ટિવા ચાલકની રિક્ષા સાથે ટક્કર થઈ હતી, અને ત્યાંજ તેનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. આ અકસ્માત શાહિબાગ ખાતે થયો હતો.

 કાર ચાલક 17 વર્ષનો સગીર

કાર ચાલક 17 વર્ષનો સગીર નીકળ્યો હતો. પોલીસે સગીરના પિતાની અટકાયત કરીને છે.તો બીજી તરફ મૃતકની ઓળખ મહેન્દ્રસિંહ તરીકે થઈ છે, તેમની ઉંમર 43 વર્ષ હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. 

જાહેરાત

કારચાલકે ટુવ્હીલર ચાલકને ટક્કર મારી

અમદાવાદમાં એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. અખબારનગર અંડરપાસ પાસેની આ ઘટના છે. કારચાલકે ટુવ્હીલર ચાલકને અડફેટે લેતા તે અંડરપાસના દરવાજા સાથે અથડાયો હતો. સદનસીબે તેને સામાન્ય ઈજા થઈ હતી.

દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું

દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને કારચાલકની અટકાયત કરી હતી. જોકે કારચાલક નશામાં હતો કે નહીં તે દીશામાં પોલીસ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત