VIDEO: અમદાવાદમાં આતંકવાદ વિરુદ્ધ નીકળી 10 હજાર લોકોની રેલી, આતંકનો ખાત્મો કરવાની કરી માંગ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વધ્યો છે.અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ લખીને આતંકી હુમલાનો વિરોધ કર્યો હતો. લોકોએ માંગ કરી કે આતંકવાદને જડમૂળમાંથી ખાત્મો થાય.
દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વધ્યો
તો બીજી તરફ આ પ્રકારના વિરોધ પ્રદર્શન શ્રીનગર, અને અન્ય રાજ્યોમાં પણ જોવા મળ્યા, જેમાં સ્થાનિકો અને અલગ અલગ સંગઠનોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકી ઘટનાઓનીની ટીકા કરી હતી. પહેલગામ હુમલમાં 28 નિર્દોષ લોકોના મોત નીપજ્યાં, જ્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે.ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ આકરી કાર્યવાહીની તૈયારી દર્શાવી છે.
10 હજારથી વધુ લોકોએ નીકાળી રેલી
અમદાવાદના દરિયાપુર અને કાલુપુર વિસ્તારના મુસ્લિમ સમાજે જમ્મુ-કાશ્મીરની આતંકી ઘટનાના વિરોધમાં 10 હજારથી વધુ લોકો રેલીમાં જોડાયા અને વિરોધ પ્રદર્શન કર્યું. કાલુપુર વેપારી મહાસંઘઠને આ ઘટનાના વિરોધમાં ધંધા-રોજગાર બંધનું એલાન કરી રેલીનું આયોજન કર્યું હતું.રેલી દરમિયાન, વેપારી મહાસંઘઠનના પ્રમુખ મેઘરાજભાઈ સહિતના આગેવાનોનું સ્થાનિક મુસ્લિમ સમાજે પાણીની બોટલો અને લીંબુ પાણી આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પ્રશંસનીય રીતે, દરિયાપુર અને કાલુપુરના મુસ્લિમ સમાજે સ્વયંભૂ રીતે વેપારી મહાસંઘઠનના સમર્થનમાં જોડાઈને બજારો બંધ રાખ્યા અને રેલીમાં સક્રિયપણે ભાગ લીધો.





