VIDEO: શાહિબાગમાં ગેંગરેપનો મામલો: પીડિતાના પરિવારજનોનો આરોપ, આરોપીઓના સગા સમાધાન માટે કરે છે દબાણ
શાહિબાગમાં ગેંગરેપની ફરિયાદ મામલે ભોગ બનનારાના પરિવારજનો અને સ્થાનિક લ
શાહિબાગમાં ગેંગરેપની ફરિયાદ મામલે ભોગ બનનારાના પરિવારજનો અને સ્થાનિક લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા, ઉલ્લેખનીય છે કે પીડિતાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા હતા કે આરોપીઓના પરિવાર દ્વારા ધમકીઓ અપાઈ રહી છે. સમાધન કરી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જો સમાધાન નહીં કરો તો અન્ય દીકરી પર પણ દુષ્કર્મ આચરવાની ધમકી આપી હતી.
અમદાવાદના શાહીબાગ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ચાર યુવકોએ તેની જ સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ. ચાર મહિના પહેલા બનેલી ચોંકાવનારી ઘટના મામલે પીડિતાએે તેના પરિવારને વાત કરતાં સમગ્ર મામલે સામૂહિક દુષ્કર્મની FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે બનાવને લઈને ચાર આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાને ઘરે બોલાવી સામૂહિક દુષ્કર્મ આચર્યુ
શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગુનેગારોમાંથી એકે સગીરાને ખોટા બહાના આપી લલચાવીને તેના ઘરે બોલાવી હતી. જેમાં સગીરા આવે એ પહેલા આરોપીના ત્રણ સાથીઓ પહેલેથી જ ઘરે હાજર હતા. આ પછી તમામ આરોપીએ સામૂહિક દુષ્કર્મ કરીને સગીરાને કોઈને વાત ન કહેવા ધમકી આપી હતી. આરોપીઓની ઓળખ અક્ષય ઉર્ફે સેંધો મહેરિયા, પાર્થ ઉર્ફે ભોટીયો પરમાર, અવિનાશ ઉર્ફે પપ્પુ પરમાર અને દશરથ ઠાકોર તરીકે થઈ છે. આ બધા સગીર, એક શાળાની વિદ્યાર્થિનીને ઓળખતા હતા.








