VIDEO: કેશોદ ST ડેપોમાં ATI પર વાહન પાર્કિગ કોન્ટ્રાક્ટરે લાકડી વડે માર્યો ઢોર માર, જાણો કયા બાબતે થયો હતો વિવાદ
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢના કેશોદ એસટ
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢના કેશોદ એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેક્ટર પર વાહન પાર્કિંગ કોન્ટ્રાક્ટરે લાકડી વડે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના બસ સ્ટેશનમાં ખોટી રીતે પાર્ક કરેલી કાર હટાવવા બાબતે થઈ, જેના કારણે બસોને અડચણ થઈ રહી હતી. ત્યારે આટલી વાતથી વાહન કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ ગયો હતો. અને ATI પર હુમલો કરી દીધો હતો.
કોન્ટ્રાક્ટરે વોચમેન પાસેથી લાકડી આંચકીને ATI પર હુમલો કર્યો
કોન્ટ્રાક્ટરે વોચમેન પાસેથી લાકડી આંચકીને ATI પર હુમલો કર્યો, જેના કારણે ડાંગરને ગંભીર ઈજાઓ થઈ. તેમને સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડેપો મેનેજર ભીલ સહિત ડ્રાઈવર, કન્ડક્ટર અને સ્ટાફ દોડી આવ્યા.પોલીસે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
જાહેરાત







