Video: વડોદરાના વેજીટેબલ માર્કેટનાં શૌચાલયમાં શાકભાજી મૂકવામાં આવી, લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા
વડોદરાના શાકભાજી માર્કેટમાં આવેલા જાહેર શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવી હોવાનો વિડીયો વા
વડોદરાના શાકભાજી માર્કેટમાં આવેલા જાહેર શૌચાલયમાં શાકભાજી રાખવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. શૌચાલય અને બાથરૂમમાં ટામેટા સહિતની શાકભાજી મુકાતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા
વડોદરાના સૌથી મોટાં શાકભાજી માર્કેટમાં વેપારીઓ શાકભાજીને જાહેર શૌચાલયમાં રાખી રહ્યા છે, જેમાં ટોઇલેટ-બાથરૂમના અંદર ટામેટા સહિતની શાકભાજી જોવા મળે છે. કેટલીક જગ્યાએ તો શાકભાજી રખેવાળ અંદર આરામ ફરમાવતા પણ જોવા મળ્યો છે. આ દ્રશ્યો વાયરલ થયા છે અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાનું સંકેત આપે છે, કારણ કે ટોઇલેટમાં ખતરનાક મચ્છરો અને બેક્ટેરિયા હોય છે અને આવી શાકભાજી વેચાઈ જાય તો લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઇ શકે તેમ છે.








